SVS કક્ષાનું ગણિત _ વિજ્ઞાન. (પર્યાવરણ) પ્રદર્શન _ 2022

About SVS કક્ષાનું ગણિત _ વિજ્ઞાન. (પર્યાવરણ) પ્રદર્શન _ 2022
SVS કક્ષાનો ઓનલાઇન વિજ્ઞાન મેળો તારીખ 07/02/2022 ને સોમવારના રોજ વિદ્યામંગલ નિવાસી શાળામાં યોજાયો હતો. જેમાં કુલ 73 શાળાઓ જોડાઈ હતી. એમાંથી 26 શાળાઓએ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો. એમાં કુલ 45 કૃતિઓ રજુ થઇ હતી. આ વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ 88 બાળકો અને કુલ 45 શિક્ષક ભાઈ_ બહેનોએ ભાગ લીધો હતો.

આ પ્રદર્શન સવારે 9 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું. આવેલા નિર્ણાયકશ્રીઓનું ભારતીય પરંપરા મુજબ આતિથ્ય સત્કાર કરી 9:15 કલાકે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. પધારેલ નિર્ણાયકશ્રીઓની સાથે SVS _ 11 ના કન્વીનરશ્રી શૈલેષ ભાઈ દેસાઈ સાહેબ ની શુભેચ્છા મુલાકાત ગોઠવાઈ હતી.

શાળાના આચાર્યશ્રી મનીષભાઈ પુરાણી સાહેબ દ્વારા સ્વાગત પ્રવચન અને કન્વીનરશ્રી શૈલેષભાઈ દેસાઈ સાહેબનું પુષ્પગુચ્છ અને ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિજ્ઞાનમેળાનું સંચાલન કરનાર વિદ્યામંગલ શાળાના શિક્ષકશ્રી જયભાઈ ગોયાણી દ્વારા મૂલ્યાંકન અંગેના જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અને મૂલ્યાંકન માટે જુદા જુદા પાંચ વિભાગ રાખી CD/DVD દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું. આ નિદર્શનમા કુલ 5 કૃતિઓ પસંદગી પામી હતી. પસંદ થયેલ કૃતિઓને ટોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ શાળાના મંત્રીશ્રી સુનિલભાઈ પટેલ અને સહમંત્રીશ્રી અમિતભાઈ પટેલનો મળેલ સહકાર, આચાર્ય શ્રી મનીષભાઈ પુરાણીનું માર્ગદર્શન અને શાળાના વિજ્ઞાનના શિક્ષક શ્રી જયદીપભાઈ ગોયાનીની કુશળ કામગીરી થકી પાર પડયો હતો. આ કાર્યક્રમ બપોરે 1:00 કલાકે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
img
SVS કક્ષાનું ગણિત _ વિજ્ઞાન. (પર્યાવરણ) પ્રદર્શન _ 2022 Information
  • Category: Vidyamangal School
  • Status: Complete
  • Date: February 07, 2022

Quick Look of SVS કક્ષાનું ગણિત _ વિજ્ઞાન. (પર્યાવરણ) પ્રદર્શન _ 2022