Schools

All Schools
How can we help?

Let’s get in touch!!

About Vidhyamangal School
કેળવણી મંડળનો ઉદ્દેશ સમાજના બધા જ બાળકોને સુચારુ શિક્ષણ ખુબ જ ઓછા ખર્ચે મળે તેમજ બાળકોને સર્વાંગી વિકાસ થાય. બાળકોના શૈક્ષણિક વિકાસની સાથે જ બૌધ્ધિક, આત્મિક થાય તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે સગવડતાપૂર્ણ મંચ મળે. બાળકોમાં સામુહિક ભાવના વધે તેમજ તેઓ એક સર્વાંગપૂર્ણ પ્રબુધ્ધ નાગરિક બને એવા શુભ આશયથી તા ૧૦-૧૨-૧૯૯૯ ના રોજ મંડળના પ્રમુખ સ્વ.શ્રી જગુભાઈ પટેલના વરદહસ્તે નવી પારડી, તા. કામરેજ ખાતે આવેલ મંડળની જગ્યાનું ભૂમિપૂજન કરી કેળવણીની સંસ્થાની સ્થાપનાનું મંગલાચરણ કરવામાં આવ્યું. તેમજ તા ૧૦-૦૬-૨૦૦૦ ના રોજ પરમપૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજીના આશિર્વચનથી શાળાની શરૂઆત થઇ.

અમેરિકા સ્થિત ગામ-જોથાણના શ્રી ડૉ. શાંતુભાઇ પટેલ તેમજ તેમના ધર્મપત્ની શ્રીમતી ડૉ. પ્રજ્ઞાબેન દ્વારા તેમના માતૃશ્રી રૂક્ષમણીબેન તેમજ પિતાશ્રી સોમાભાઈ પરભુભાઈ પટેલની ચિરંજીવ સ્મૃતિમાં રૂ. ૫૧ લાખનું માતબર દાન પ્રાપ્ત થયું તેમજ તે સાથેજ દેશ તેમજ પરદેશમાં વસતા શિક્ષણપ્રેમી દાતાશ્રીઓ તરફથી પણ સતત દાનનો પ્રવાહ વેહ્તો રહ્યો.

જૂન ૨૦૦૦ માં ધો-૫ અને ધો-૮ ના ૧૩૮ બાળકોથી શરુ થયેલ ગુજરાતી માધ્યમની ગુજરાતી શાળામાં આજે ૭૦૦ વિદ્યાર્થી નિવાસી તરીકે રહી અભ્યાસ કરે છે તેમજ એક આદર્શ નિવાસી શાળા તરીકેની નામના મેળવી ચુકી છે.
અહીં બભ્યાસ કરતા બાળકોને ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહના ઉચ્ચ શિક્ષણ સાતે JEE તેમજ NEET  જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા માટેની તૈયારીઓ પણ અહીંથી જ કરવામાં આવે છે. આજે ૨૧ વર્ષના તેના કાર્યકાળમાં અનેક વિદ્યાર્થીઓ દેશ તેમજ પરદેશમાં જય ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આ શાળામાં અભ્યાસ કાયાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે તેમજ ધંધા-વ્યવસાય તેમજ સેવા ક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
img
જ્ઞાનગંગા અંગ્રેજી માધ્યમ શાળા
એકવીસમી સદીનું શિક્ષણ એટલે ઇન્ફોરમેશન અને ટેક્નોલોજીનું શિક્ષણ જેમાં વૈશ્વિક ભાષા - ઇન્ટરનેશનલ ઇંગલિશનું ખુબ પ્રભુત્વ હોય એ સમજી શકાય તેમ છે. તે માટે આપણે પણ સમયની સાથે સજ્જતા કેળવી Science - Maths & Information Technology નું શિક્ષણ English Medium માં મેળવીએ એ જરૂરી છે. આ માટે યુવાન ભાઈઓ અને બહેનોની માંગ હતી કે અમારા બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી સંસ્થા શરૂ કરો. ગામ કામરેજના શિક્ષણ અને સહકારી ક્ષેત્રે કાર્યરત એવા શ્રી નવીનભાઈ નારણભાઇના કુટુંબીજનો તરફથી પણ માતબર રકમનો દાનનો પ્રવાહ વેહતાની સાથે જ તા. ૬ જૂન ૨૦૧૩ ના રોજ શ્રીમતી ગંગાબેન રામભાઈ ભાણાભાઈ પટેલ "જ્ઞાન ગંગા અંગ્રેજી માધ્યમના" નામકરણ સાથે જુન.કેજી થી ધો.૪ ના વર્ગોની શાળાનો શૈક્ષણિક કાર્યની શુભ શરૂઆત થઇ. આજે આ શાળામાં જુન.કેજી થી લઇ ધો-૧૨ વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની શાળામાં ૪૫૦ થી પણ વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. નાના અમથા ફક્ત ૨૫ હજારથી વધુ વસ્તી ધરાવતા શ્રી લાલચુડા કડવા પાટીદાર સમાજે શિક્ષણ ક્ષેત્રે ખુબ મોટી હરણફાળ ભરી છે. જો સમાજ શિક્ષિત હોઈ અને સાથે સંસ્કાર, ચારિત્ર્ય અને નીતિમત્તા સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક માર્ગ, ખેતી, વેપાર, ઉદ્યોગ કે સેવાના ક્ષેત્રે આગળ વધે તો તે સમાજ એક સંસ્કારિત બહુપ્રતિભા ધરાવતા સમાજ તરીકે નામના પ્રાપ્ત કરી શકે છે.